બાયડ, ધનસુરા, માલપુર તાલુકાની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે, આગામી દિપાવલી તહેવારોના અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલીકા વિસ્તારમાં વહીવટી તંત્ર ધ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતોને આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે.
બાયડ, ધનસુરા, માલપુર તાલુકાની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે, આગામી દિપાવલી તહેવારોના અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલીકા વિસ્તારમાં વહીવટી તંત્ર ધ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતોને આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે.
હંગામી ફટાકડા પરવાના માગતા ઈસમોએ જેતે મામલતદારશ્રીની કચેરીમાં સંચાલીત જનસેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોર્મ નં.એ.-પ નિયત નમુનાના અરજી ફોર્મ તથા તેની પર રૂા.૩/-(ત્રણ પુરા) કોર્ટ ફી સ્ટેમ્પ તથા ધ એક્ષાપ્લોજીવ રૂલ્સ-ર૦૦૮ના નિયમ-૧૦૦ મુજબ શીડયુલ-૪ના પાર્ટ-ર(એ) (૧૩)(૮) મુજબની સ્ફ્રુટીની ફી રૂા.૩૦૦/-(ત્રણસો પુરા) તેમજ શિડયુલ-૪ના પાર્ટ-૨ (બી) (૧) (IV) (એ) મુજબની પ્રોસેસ ફી રૂા.૫૦૦/-(પાંચ સો પુરા) ૦૦૭૦-ઓએએસ સદરે બેન્કમાં ચલણથી નિયત ફી ભરી મેળવી તેમાં સુચિત આધાર પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી રજુ કરવાની રહેશે.(નગર પાલિકા વિસ્તાર માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી.)
- આવી અરજીઓ રજુ કરવાની મુદત જે તે મામલતદાર કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન તા.૨૧/૧૦/૨૦૨૧ સુધીની રહેશે તેમજ મામલતદારશ્રી દ્ધારા તમામ અરજીઓ અભિપ્રાય સહ તા.૨૫/૧૦/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે.
- ફટાકડા બજારો માટે સ્ટોલ સ્થાપવા, અગ્નિશામકની વ્યવસ્થા તથા સુરક્ષા વિષયક વ્યવસ્થા પરવાનેદારોએ સંગઠીત પણે જાતે ઉભી કરવાની છે. સ્થાનીક નગરપાલિકા ધ્વારા પાયાની સુવિધાઓ તથા જાહેર જનતા અવરજવર કરી શકે તેવા રસ્તા વિગેરે ઉપલબ્ધ રાખવાના રહેશે. આ ઉપરાંત નગરપાલિકા ધ્વારા જરૂરી ફી લઈ ફટાકડા બજાર ખાતે ફાયર ફાઈટર ઉપલબ્ધ કરાવવાનું રહેશે.
- એકથી વધુ પરવાના માટે એક જ અરજદાર અરજી કરી શકશે નહી.
- સબંધિત સ્થળોએ જગ્યાની ઉપલબ્ધતાને ધ્યાને લઈ પ૦ સ્ટોલની મર્યાદામાં નિયમ મુજબ પરવાના મંજુર કરવામાં આવશે. જગ્યાના પ્રમાણમાં અરજીઓ વધુ રજુ થાય તો વહેલા તે પહેલાના ધોરણે પરવાના મંજુર કરી બાકીની અરજીઓ રદ કરવામાં આવશે.
- સ્ટોલ ફાળવણી તથા ડ્રો સીસ્ટમ માટે હંગામી સમિતિ રચવામાં આવશે. જેના અધ્યક્ષ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી બાયડ રહેશે. તેમજ મામલતદારશ્રી બાયડ, ધનસુરા, માલપુરએ સભ્ય સચિવ તરીકે તમામ વહીવટી પ્રક્રિયા કરવાની રહેશે. બાયડની સમિતિમાં ચીફ ઓફિસરશ્રી,બાયડ નગરપાલિકા તથા પોલીસ ઈન્સ્પેકટર/ પોલીસ સબ ઈન્સ્પેકટર સભ્ય તરીકે ફરજ બજાવશે. આ સમિતિની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
- હંગામી ફટાકડાની અરજીઓ અત્રેની નકકી કરેલ સમય મર્યાદામાં જે તે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે સ્વીકારી જેતે મામલતદારશ્રી ધ્વારા અરજી અંગે જરૂરી તપાસ કરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રટશ્રી બાયડને પોતાના સ્પષ્ટ અભિપ્રાય સહ મોકલવામાં આવે તેની તકેદારી જેતે મામલતદારશ્રીએ સ્વયં રાખવાની રહેશે. તેમજ કોઈપણ સંજોગોમાં ઉકત સમય મર્યાદા બહાર અરજી સ્વીકારવામાં આવશે તો ઉપસ્થિત થતી તમામ જવાબદારી મામલતદારશ્રી બાયડ,ધનસુરા,માલપુરની અંગત રહેશે.
- સ્થાનિક વહીવટી તંત્ર ધ્વારા નિયત કરવાની જગ્યાઓ ટાઈટલ કલીયર હોય તેમજ ખાનગી માલીકીની હોય તો જરૂરી સંમતિ સાથેની હોય તેમજ અન્ય જાહેર સંસ્થા કે સરકારી સંસ્થાની હોય તો કોઈ વિવાદ યુકત ન હોય તેની તકેદારી રાખવાની રહેશે.
- તમામ પ્રક્રિયા, પરવાના મંજુર કરવા, વિતરણ કરવા અને સુચિત ફટાકડા બજાર માટેની જગ્યા સંબંધે આખરી નિર્ણય તથા કોઈ અનિયમિતતા સબંધે કાર્યવાહી માટે આખરી સત્તા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી બાયડ હસ્તક રહેશે.
- નગરપાલીકા વિસ્તાર માટે એક જ સુચિત સ્થળ મામલતદારશ્રી બાયડ તથા ચીફ ઓફિસરશ્રી બાયડએ તથા ધનસુરા, માલપુરના સ્થળો માટે જે તે મામલતદારશ્રીએ સંકલન કરી સ્થળ નકકી કરવાનું રહેશે, તથા વર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિ જોતાં સોશીયલ ડિસ્ટસીંગનું પાલન થાય તેમ આયોજન કરવાનું રહેશે તેમજ આગ અકસ્માતની ધટનાઓ જોતાં ફાયરસેફટીની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે. તથા નગરપાલીકા વિસ્તારોમાં આવા પરવાના અરજદારની માલિકીની જગ્યામાં આપી શકાશે નહી.
- હંગામી ફટાકડા પરવાનેદારો ધ્વારા જરૂરી વેચાણ વ્યવસ્થા તથા આગ-અકસ્માતથી કોઈ હોનારત ન સર્જાય તે માટે ફાયર સેફટીની પુરતી વ્યવસ્થા જાળવવાની રહેશે તેમજ સોશીયલ ડિસ્ટસીંગ માટે સરકારશ્રીની જોગવાઈઓનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
- હંગામી પરવાના સ્ટોલો માટે લેવાની થતી તમામ સબંધિત ખાતાઓની પરવાનગી જે તે અરજદારે જાતે મેળવી લેવાની રહેશે.
- ફટાકડા સુરક્ષિત અને અજવલનશીલ સામ્રગીથી બનેલા શેડમાં રાખવાના રહેશે. તેમજ ફટાકડા વેચાણ હેતુ માટે બનાવવામાં આવેલ દુકાનો એકબીજાથી ૩ મીટર દુર અને સંરક્ષિત સ્થળોથી ૫૦ મીટર દુર રાખવાના રહેશે. આ અસ્થાયી શેડ એકબીજાના સામઢસામે હોવા જો.એ નહીં.
- સુરક્ષા અંતરની અંદરની દુકાનોમાં પ્રકાશના હેતુ માટે તેલથી ચાલતી બતી (લેમ્પ) ગેસથી ચાલતી બતી (લેમ્પ) અને ખુલ્લી વિજળીની બતીઓનો ઉપયોગ કરવાનો રહેશે નહિ. જો વિજળીની લા.નનો ઉપયોગ કરવામાં આવે તો તેને દિવાલ ઉપર અથવા છત ઉપર દૃઢતાથી લગાવવાનો રહેશે નહિ. આ બતીઓ (લેમ્પ) માટે દિવાલ પર સ્વીચ લગાડવાની રહેશે. તથા એક હરોળની બધી દુકાનો માટે માસ્ટર્સ સ્વીચ લગાડવાની રહેશે.
- કોઈ દુકાનની ૫૦ મીટરની અંદર ફટાકડા ફોડવા ઉપર મનાઈ રહેશે. તેમજ કોઈએક જગ્યાએ ૫૦ થી વધુ અસ્થાયી દુકાનો રાખવાની મંજુરી રહેશે નહિ.
- ફટાકડાની દુકાનનું ક્ષેત્રફળ ૯ ચો.મીટરથી ઓછું તથા ૫૦ ચો.મીટરથી વધુ રાખવાનું રહેશે નહિ. દરેક દુકાનની અંદર અગ્નિશામક બોટલ હંગામી ફટાકડા પરવાનેદાર દ્ધારા લગાવવાની રહેશે બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી &સાબરકાંઠા PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com