ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા મોટો ઉલટફેર થયો

અમિત શાહ આજે રાત્રે આવશે અમદાવાદ, કાલે ધારાસભ્યોની મળશે બેઠક
ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા મોટો ઉલટફેર થયો છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે ગુજરાતનો નવો મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે.PHN NEWS 11/09/2021
કાલે મળશે ધારાસભ્યોની બેઠક
આવતીકાલે ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવી શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર આગેવાન નિશ્ચિત હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રીની પણ ચર્ચા ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી તરીકે એકમાં OBC આગેવાનની પસંદગી કરાઇ શકે છે. બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે આદિવાસી સમાજના નેતાની વિચારણા છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આ નામ ચર્ચામાં
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, ગોરધન ઝડફિયા, સીઆર પાટીલ, પ્રફુલ પટેલ, જયેશ રાદડિયાનું નામ ચર્ચામાં છે.
આ સિવાય કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને ગણપત વસાવાનું નામ પણ મુખ્યમંત્રી તરીકે ચર્ચાઇ રહ્યુ છે.
બ્યુરો. રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.