બનાસકાંઠા દાંતા મનરેગા યોજનામાં ગરીબ વર્ગના લોકો સાથે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છેતરપિંડી.
બનાસકાંઠા દાંતા મનરેગા યોજનામાં ગરીબ વર્ગના લોકો સાથે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છેતરપિંડી.દાંતા તાલુકામાં મનરેગાના કામોની તપાસ કલેકટર સાહેબ દ્વારા કરવામાં આવેતો લાખોનું કૌભાંડ બહાર આવવાની રાવ. દાંતા મનરેગા યોજનામાં ગરીબ વર્ગના લોકોને તા.24/3/2021 છ દિવસ કામના ત્રણસો રૂપિયા ખાતામાં જમા કરતાં ગરીબ વર્ગના મજૂરો સાથે છેતર પિડીથય છે. દાંતા લોકોને રોજગારી આપવા માટે સરકાર દ્વારા અલગ-અલગ પ્રકારની રોજગારી માટે નવી નવી યોજનાઓ પાડવામાં આવે તે ત્યારે થોડા સમય પહેલા દાંતા તાલુકાના ગંગવા ગામમાં મનરેગા યોજના ના કામ ચાલુ કરવામાં આવ્યા હતા.ત્યારે લોકો રોજગાર થી વંચિત અને રોજગાર વગર ઘરે બેઠેલા લોકો માટે રોજગા ર મળેતે માટે દાંતા તાલુકાના ગંગવા ગામમાં મનરેગા યોજ નાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે ગરીબ વર્ગના લોકો દ્વારા માટી પાળા નુ કામ કરવામાં આવ્યું હતું.ત્યારે મજુરો દ્વારા છ દિવસ કામ કરવામાં આવ્યું હતું ત્યારે છ દિવસ કામ કરતા મજુરોના ખાતામાં ત્રણસો રૂપિયા જમાં કરવામાં આવ્યા હતા.ત્યારે મનરેગા યોજનાની ઓફીસમા બેઠેલા બાબુ ઓને પુછતા જણાવવામાં આવ્યું હતું કે તમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા છે.ત્યારે પૈસા જમા ન થતાં વારંવાર મનરેગાની ઓફિસ જતા ઓફિસમાં બેઠેલા અધિકારીઓ દ્વારા પુછતા કહેવામાં આવેલું કે તમે બેંકમાં એન્ટ્રી પડાવી દો તમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા છે.પણ કોરોના ના કારણે એન્ટ્રી પડાવવાનુ કામ બંધ હોવાના કારણે બેન્કોનુ કામ ચાલુ થતાંની સાથે એન્ટ્રી પડા વતાં તારીખ.24/3/2012 ના ખાતામાં ત્રણસો રૂપિયા જમા થતાં અને સવલો ઊભા થયા હતા.ત્યારે મનરેગા યોજના ના અધિકારીઓ દ્વારા બાકીના પૈસા ખાઇ ગયા કે પછી સરકાર દ્વારા ખાતામાં પૈસા જમા ન કરાવ્યાં ગરીબ વર્ગના લોકોએ છ દિવસ મંજુરી કરીને મહેનત કરતા પૈસા ક્યાં ગયા..?? કોણ ખાઇ ગયું...?? તેની તપાસ તાત્કાલિક કરવામાં આવે નહીં તો ટુંક સમયમાં ગરીબ વર્ગના લોકો મનરેગાની ઓફીસ આગળ ધરણાં ઉપર બેસી જશે તેની સંપૂર્ણ જવાબદારી મનરેગા યોજનાના અધિકારીઓની રહશે. અને દાંતા તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા કામોની તપાસ કલેક્ટર સાહેબશ્રી દ્વારા કરવામાં આવેતો દાંતા તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા કામોનું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ લાગી રહ્યું છે...
રિપોર્ટ.. જ્યોતિ ઠાકોર
અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com