ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારાડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા
ડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અંતર્ગત યોગ બોર્ડ ના ચેરમેન શ્રી શીશપાલસિંહ ના માર્ગદર્શન હેઠળ ડીસામાં યોગની તાલીમ પામેલા તાલીમાર્થીઓને તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ સરકાર શ્રી ની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આદર્શ હાઈસ્કૂલ, ડીસા ખાતે  યોગ કોચ શ્રીમતિ  સંગીતાબેન ગિરીશકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. 
       ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન (INO)બનાસકાંઠા કોઓર્ડીનેટર ડો.અમીરામભાઈ જોષી, વિશેસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારેલ. કોચ સંગીતાબેન ચૌધરી દ્રારા તાલીમાર્થીઓને યોગ સેન્ટર ચાલુ કરવા બાબતે માહિતી આપી યોગ ને જન જન સુધી પહોંચાડવાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉદેશ્યને સફળ કરવા અનુરોધ કરેલ. બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહી યોગ ને જન જન સુધી પહોંચાડવાનો નીર્ધાર વ્યકત કરેલ. સમગ્ર કાર્યક્રમને સંગીતાબેન ચૌધરી,  ગીરીશભાઈ ચૌધરી અને વૈભવભાઈ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવેલ.

અહેવાલ : ભરતભાઈ ઠાકોર ડીસા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.