ભાવનગર જિલ્લા ની ડી એસ પી સાહેબ ની વિશ્વાસપાત્ર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પાલીતાણા પોલીસ ને ઉંઘતી રાખી ...લાખો રૂપિયા ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપયો

ભાવનગર જિલ્લા ની ડી એસ પી સાહેબ ની વિશ્વાસપાત્ર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પાલીતાણા પોલીસ ને ઉંઘતી રાખી ...લાખો રૂપિયા ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપયો

*પાલીતાણા તાલુકાના લાપાળીયા ગામની સીમામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૧૧ બોટલ નંગ-૧૩૩૨ કિ.રૂ. ૩,૯૯,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ*

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા ખાસ સુચના કરેલ 

જે સચુના આઘારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન  નાની રાજસ્થળી ગામ પાસે આવતા *હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલાને* બાતમીરાહે હકિકત મળેલ કે લાપાળીયા ગામના *મુકેશભાઇ પાંચાભાઇ વાઘેલા* એ લાપાળીયા ગામની સીમમાં મેઢા જવાના રસ્તે વગડીયુ તરીકે ઓળખાતી વાડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની તૈયારીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો *EPISODE CLASSIC  WHISKY-750 ML  પેટી નંગ-૧૧૧ બોટલ નંગ-૧૩૩૨  કિ.રૂ. ૩,૯૯,૬૦૦/-ની*  ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા મુકેશભાઇ પાંચાભાઇ વાઘેલા રહે. લાપાળીયા તા. પાલીતાણા જી.ભાવનગર વિરૂધ્ધ્માં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી) મુજબનો ગુન્હો નોઘાયેલ છે. 

*આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા સાગરભાઇ જોગદીયા તથા ઘનશ્યામ ભાઇ ગોહિલ તથા કુલદિપસિંહ ગોહિલ તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા ડ્રા.પો.કો બ્રિજરાજસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.*
...સિહોર
રિપોર્ટર... હરીશ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો