દાંતા તાલુકામાં નદી પર પૂલ ન બનતા ગ્રામજનોએ ફાળો એકઠો કરીને પુલ બનાવી દીધો, સરકાર માટે શરમજનક*
*ક્યાં છે ગુજરાતમાં વિકાસ!*
*દાંતા તાલુકામાં નદી પર પૂલ ન બનતા ગ્રામજનોએ ફાળો એકઠો કરીને પુલ બનાવી દીધો, સરકાર માટે શરમજનક*
ગુજરાતની વાત આવે એટલે વિકાસની વાત પહેલા આવે જ્યારે જ્યારે ભારત દેશમાં ગુજરાતની વાત થાય ત્યારે સૌ પ્રથમ વિકાસ શબ્દ પ્રથમ નીકળે છે, પરંતુ આ શબ્દો માત્ર ને માત્ર શહેરો સુધી સીમિત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે અને આ તાલુકો પહાડી અંતરિયાળ અને પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે ત્યારે દાંતા તાલુકાના પહાડોની વચ્ચે આવેલા બોરડીયાલા ગામના લોકો ચોમાસાની ઋતુમાં પોતાના ગામ પાસે આવેલી કીડી મકોડી નદીમાં પાણીનો વધારે પ્રવાહ આવતા એક તરફથી બીજી તરફ જવા માટે ભારે તકલીફો નો સામનો કરી રહ્યા હતા આઝાદી બાદ પણ આ વિસ્તારના લોકો જીવના જોખમે નદી પાર કરીને એક તરફથી બીજી તરફ જઈ રહ્યા હતા શાળાના બાળકો પણ રોજ ભણવા માટે શાળાએ જીવના જોખમે નદી પાર કરીને ભણવા જતા હતા ત્યારે તાજેતરમાં નદીમાં પાણી વધુ આવતા ગ્રામજનોએ ટ્રેક્ટર અને રસ્તાઓ દ્વારા નદી પાર કરી હતી. ત્યારબાદ ગ્રામજનો ફરીથી સરકારમાં રજૂઆત કરતા સરકારે તેમની વાતને ગંભીર ન લેતા બોરડીયાલા ગામના મંડારાવાસના ગ્રામજનોએ જાતે જ ફાળો એકઠો કરીને કીડી મકોડી નદી ઉપર પુલ બાંધ્યો છે ,આ પુલ બનાવવામાં શાળામાં ભણતા બાળકો અને તેમના પરિવારજનો જોડાયા હતા અને નદી પર પુલ બાંધ્યો હતો. આમ સરકાર માટે આ ઘટના શરમજનક બની ગઈ છે. એક તરફ ડિજિટલ ગુજરાત અને શાળાના બાળકો ભણે તે માટે શાળાથી ઘર સુધી રસ્તાઓની વાત થઈ રહી છે ત્યારે એક નાનકડો પુલ પણ આઝાદી બાદ પણ આ વિસ્તારમાં બની શક્યો નથી.દાંતા તાલુકાના પહાડી અંતરિયાળ વિસ્તારમાં આવેલા બોરડીયાલા ગામના મંડારવાસ માં રહેતા લોકોએ આઝાદી બાદથી પોતાના વિસ્તારથી બોરડીઆલા ગામ જવા માટે કીડી મકોડી નદી પર પુલ બનાવવાની રજૂઆતો કરી કરીને થાકી ગયા હતા.આ ગ્રામજનોએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી વધારે આવવાથી નદી પાર કરવામાં ભારે તકલીફ પડતી હતી અને અમારા બાળકો જે શાળામાં ભણે છે તે શાળામાં ન જઈ શકતા શાળામાં બાળકોની ગેરહાજરી પડતી હતી ત્યારે અમે આબાબતે અવારનવાર રજૂઆત કરતા આવ્યા છીએ પણ બહેરું તંત્ર અમારી વાત ન સાંભળતા અમે અમારા વિસ્તારના આસપાસના લોકો દ્વારા ફાળો એકઠો કરીને નદી ઉપર જાતેજ પુલ બનાવેલ છે. મંડાર વાસના લોકો અને અહીં ભણતા સો જેટલા બાળકો આ પુલ બનાવવામાં સહભાગી થયા હતા. થોડા દિવસ પહેલા આ નદીમાં ભારે પાણી આવતા ગ્રામજનો નદીના બંને તરફ ટ્રેક્ટર ઊભા રાખીને વચ્ચે તાર દ્વારા નદી પાર કરી હતી ત્યારબાદ પણ તંત્ર દ્વારા આ ગરીબ લોકોને કોઈ પણ સહાય કરવામાં આવી ન હતી અને નદી પર પૂલ પણ બનાવવામાં મદદ ન કરતા ગ્રામજનો ફાળો એકઠો કરીને નદી પર પુલ બનાવ્યો હતો. આ નદીમાંથી પસાર થતાં ક્યારેક તણાઈ જવાની બીક લાગતી હોય છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે પુલ ન બનવાથી અમારા ગામના 4 લોકો બીમાર પડ્યા હતા અને તેમને સારવાર ન મળતા જેમના મોત પણ થયા હતા ત્યારબાદ અમે બધા ગ્રામજનો એકઠા થઈને પુલ બનાવેલ છે. અમારા વિસ્તારના 100 જેટલા બાળકોને ભણવું છે એટલે આ બાળકો પણ હાથમાં પથ્થર લઈને નદી પર પુલ બનાવવામાં અમને ઘણી મદદ કરી રહ્યા છે.
*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com