ગુજરાતમાં યુવરાજસિંહ બાદ બીજા કૌભાંડ બહાર લાવતા માવજીભાઈ સરવૈયા, અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડ બોગસ પ્રમાણત્ર થી નોકરી મેળવી*
ગુજરાતમાં યુવરાજસિંહ બાદ બીજા કૌભાંડ બહાર લાવતા માવજીભાઈ સરવૈયા, અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડ બોગસ પ્રમાણત્ર થી નોકરી મેળવી
ગુજરાતમાં તાજેતરમાં ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહની ઘરપકડ કરવામાં આવી છે અને યુવરાજસિંહ દ્રારા ગુજરાતમાં ઘણા બધા પેપર કૌભાંડો અને પેપર ફુટવાના અહેવાલો રજૂ કર્યા હતા ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રહેવાસી અને અંબાજી મંદિર ખાતે હાલમાંજીઆઇએસએફએસ ગાર્ડમાં ફરજ બજાવતા માવજીભાઈ સરવૈયા દ્વારા અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડ બોગસ પ્રમાણપત્રથી ગાર્ડની નોકરી મેળવી હતી અને ઘણા વર્ષથી આવા ગાર્ડ નોકરી કરી રહ્યા છે ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં માવજીભાઈ સરવૈયાએ પુરાવા સાથે કૌભાંડ બહાર લાવતા અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જીઆઇએસએફ ગાર્ડ મા સોપો પડી ગયો છે.માવજીભાઈ સરવૈયા, ગુજરાત ઔધોગીક સુરક્ષા દળ, પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી સાથે અમારી સંસ્થાના પ્રમુખ પણ જોડાયેલા છે આ કૌભાંડ બહાર લાવવા માટે. આ અગાઉ પણ માવજીભાઈ સરવૈયા દ્વારા ઘણા કૌભાંડો બહાર લાવવામાં આવ્યા છે અને તેઓ ભાવનગર ખાતે જીઆઇએસ એફએસ ગાર્ડ માં ફરજ બજાવતા હતા પરંતુ કેજરીવાલની સભામાં હાજર રહેતા તેમની બદલી અંબાજી ખાતે કરવામાં આવી છે.
જીઆઈએસએફએસ સિક્યુરિટી સંસ્થા મા અંબાજી મંદિરમાં ઘણા વર્ષથી ભાઈઓ અને બહેનો ગાર્ડ તરીકેની ફરજ બજાવે છે અને આવા ગાર્ડ હાલમાં ગુજરાતમાં વિધાનસભા, સચિવાલય થી લઈને આરટીઓ ઓફિસ અને બીજી ઘણી ઓફિસોમાં ફરજ બજાવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જીઆઇએસએફએસ સંસ્થાનું સૌથી મોટું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશનના પ્રવક્તા માવજીભાઈ સરવૈયા દ્વારા વિવિધ તપાસ અને આરટીઆઈ દ્વારા મળતી માહિતી મુજબ તેમને મીડિયાને જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડ બોગસ પ્રમાણપત્રથી નોકરી મેળવી છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને જે લોકોએ બોગસ પ્રમાણપત્ર આપ્યા છે તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને જે લોકો નોકરીથી વંચિત છે અને જે લોકો આ ક્રાઈટેરિયામાં આવે છે તેમને નોકરી આપવામાં આવે. માવજીભાઈ સરવૈયા દ્વારા 48 નામ બહાર આવતા અંબાજી અને દાંતા તાલુકામાં ફરજ બજાવતા પુરુષ અને મહિલા ગાર્ડમા સોપો પડી ગયો છે.
*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com