લુવાણા કળશ ની પાવનધરા મા અને લુવાણા ગામના વતની ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક એવા ભાઈશ્રી નરસી એચ દવે ઘરે રામદેવપીરના ભગત અને કચ્છ માધુપુરા ગામના વતની અને સેવા નામનો અને ધર્મના નામનો ભેખ ધારણ કરીને દ્વારકા થી કોણી પર ચાલતા રામદેવપીર ની જન્મભુમી હુડુ કાશ્મીર જઈ રહ્યા છે
લુવાણા કળશ ની પાવનધરા મા અને લુવાણા ગામના વતની ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક એવા ભાઈશ્રી નરસી એચ દવે ઘરે રામદેવપીરના ભગત અને કચ્છ માધુપુરા ગામના વતની અને સેવા નામનો અને ધર્મના નામનો ભેખ ધારણ કરીને દ્વારકા થી કોણી પર ચાલતા રામદેવપીર ની જન્મભુમી હુડુ કાશ્મીર જઈ રહ્યા છે એવા શ્રી રામદેવપીર ના ભગત શ્રી ત્રિવેદી મુદુલ ભાઈ ગુલાબરાય ઉમર 60 વર્ષ આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે લુવાણા કળશ ના વતની એવા નરસી એચ દવે ના ઘરે વાજતે ગાજતે સામૈયા સંગાથે અને શાસ્ત્ર અનુસાર મંત્ર ઘોષ સાથે રામદેવપીરના ભગત શ્રી મુદુલ ભાઈ ત્રિવેદી દવે નરસી એચ દવે ના પરિવાર દ્વારા અને ભૂદેવો દ્વારા ભૂદેવ ના આંગણે રામદેવપીરના ભગત નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુજીના પગલા ના પૂજન કરી ગુરુજીએ પગલાં કર્યા હતા નરસી એચ ના ઘરે અને રાત્રે ભવ્ય ભજન સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તેમની સાથે તમામ રામદેવપીરના ભક્તો નો પણ સ્વાગત કરવામાં આવ્યું અને છેલ્લા ૨૬ વર્ષથી રામદેવપીર પગપાળા યાત્રા જઈ ચૂક્યા છે અને પાછલા બે વર્ષથી કોણી પર ચાલતા જાય છે તો તેમનો માન-સન્માન સાથે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે નરસી એચ દવે ના ઘરે રામદેવપીરના ભગત નું આગમન થયું તેમનો અખૂટ રામદેવપીર પર વિશ્વાસ છે પણ એ પોતાના ૨૬ વર્ષ દરમિયાન અન્નનો ત્યાગ કરેલ છે અને ખાલી 26 વરસ છાસ ઉપર છે અને પોતે નવ વાગ્યા પછી કઈ પણ પાણી જેવું પણ પીતા નથી પણ એ પોતાના માતા-પિતા ૨૦૦૧માં આવેલ અવસાન પામતા તેઓ એકલા જ છે અને રામદેવપીરના ભકત છે આ વખતે રામદેવપીર ની જન્મભૂમિ હુડુ કાશ્મીર અખંડ જ્યોત જ્યોત લઇને પાછા દ્વારકા જશે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના સાનિધ્યમાં જઈ કૃષ્ણ ભગવાનના દર્શન કરે પછી પોતાના ઘરે કચ્છ માધુપુરા જઈને અખંડ જ્યોત ની પધરામણી કરશે તેઓ 26 વર્ષથી અખંડ જ્યોત તથા રામદેવપીર નો ઘોડો અને રામદેવપીરની સવારમાં 6 વાગે 11 દિવડાની અને સાંજે પાંચ દિવડા ની બંને ટાઈમ માં આરતી કરે છે અને પૂજા અર્ચના અને રામદેવપીર ના ગુણગાન અને રામદેવપીર ની માળા કીર્તન કરે છે જ્યારે સુદામાએ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી હતી અને મિત્રતા કરી જાણી હતી તે આજે ઘોર કળિયુગમાં ત્રિવેદી મુદુલ ભાઈ રામદેવપીરની ભક્તિ કરી જાણી છે આ કપરી તપસ્યા કરી ને અને રામદેવપીર પર પોતાનો અખૂટ વિશ્વાસ અને સરધા છે અને તેમની સાથે પણ રામદેવપીરના ભક્તો પોતાની સાથે રહી પોતાની સેવા કરી અને રામદેવપીરના બધા ભક્તો ગુણગાન ગાતા તેમની સાથે રહે છે આ ખબર લુવાણા કળશ ગામ ના વતની અને સેવાભાવી અને ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક નરસી ભાઈ એચ દવે ને ખબર પડી ત્યારે પોતે બે દિવસ પોતાની સાથે રહી અને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે માન-સન્માન સાથે પોતાના ઘરે લઇ જઇને રાત્રી રોકાણ કર્યું હતો અને રાત્રે ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદ તથા ભોજન નો કાર્યક્રમ રાખ્યો હતો અને આવા તપસ્વી અને રામદેવપીર ભગત શ્રી મુદુલ ભાઈ ત્રિવેદી અને તેમને મળવા માટે આવે ત્રિવેદી ઋત્વિક ભાઈ વડોદરા અને ત્રિવેદી પરેશભાઈ સુરત અને ચંદ્રકાંત ભાઈ ત્રિવેદી સુરત અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આવા તપસ્વી અને રામદેવપીર ના ભગત શ્રી મુદલભાઈ ત્રિવેદી તેમની તપસ્યા કોટી કોટી વંદન અને મુદલ ભાઈ ની કોણી પર યાત્રા બીકે ન્યુઝ ચેનલ સમાચાર આવ્યા અને તેમના ભાણેજ આ પેપર વાંચ્યું અને તેમના ભાણેજ બીકે ન્યુઝ ઓફીસ માં કોન્ટેક્ટ કરે બીકે ન્યુઝ ઓફીસ વાળા વિષ્ણુભાઈ ત્રિવેદી બીકે ન્યુઝ થરાદ તેમનો કોન્ટેક નંબર આપ્યો અને વિષ્ણુ ભાઈને ફોન કરતા વિષ્ણુભાઇએ લુવાણા કળશ ગામના વતની નરસી ભાઈ નો નંબર આપ્યો અને તેમના ભાણેજ નરસી એચ દવે કોન્ટેક્ટ કરે તેમના જોડે વાત કરી અને પછી તે લોકો લુવાણા કળશ ગામમાં આવીને તેમના મામાશ્રી સાથે મિલાપ થયો હતો અને 2017 થી તેમના ભાણેજ ખબર હતી નહિ બીકે ન્યુઝ પેપર વાંચ્યો એટલે ખબર પડે કે મારા મામાશ્રી બનાસકાંઠાની અંદર પગપાળા યાત્રા જઈ રહ્યા છે ત્યારે તે તમામ નો કોન્ટેક્ટ તાબડતોડ ગાડી લઈને મામા ને મળવા માટે લુવાણા કળશ ગામ પવિત્ર ધરતી ઉપર તેમના મામાશ્રી સાથે મુલાકાત ખૂબ જ આનંદ થયો અને પોતાની ભક્તિ ને તેમના ભાણો જોઈએ પોતાના ચરણો કોટી કોટી વંદન પછી પોતાના ભાણેજ વિદાય લઈ પોતાના ઘરે જવા માટે નીકળ્યા અને તેમના પાણી જોઈએ સુરત અને વડોદરાથી આવે વિષ્ણુભાઈ ત્રિવેદી થરાદ બીકે ન્યૂઝ રિપોર્ટ અને લુવાણા કળશ ગામના વતની નરસી એચ દવે નો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર માન્યો હતો તેમના મામાશ્રી સાથે મુલાકાત કરાવી હતી તે બદલ તેમણે બંને જણ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને મામાશ્રી યાત્રા મંગલમય રહે તેવી શુભકામના પાઠવી હતી રિપોર્ટ PHN NEWS Gujarat
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com