રાજ્યના આઠ જિલ્લાઓને મળશે નવા ચેરિટી કચેરી ભવન અરવલ્લી જિલ્લામાં અધતન સુવિધાયુક્ત ચેરિટી ભવનનું વર્ચ્યુઅલ ભુમિપૂજન કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લામાં અધતન સુવિધાયુક્ત ચેરિટી ભવનના વર્ચ્યુઅલ ભુમિપૂજન કરવામાં આવ્યું
---------------------------------------
રાજ્યના આઠ જિલ્લાઓને મળશે નવા ચેરિટી કચેરી ભવન  
અરવલ્લી જિલ્લામાં અધતન સુવિધાયુક્ત ચેરિટી ભવનનું  વર્ચ્યુઅલ ભુમિપૂજન કરવામાં આવ્યું.રાજ્યના માનનીય  મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તક અને રાજ્યના કાયદામંત્રીશ્રી  માનનીય  રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનેથી વર્ચ્યુઅલ ભુમિપૂજનકરવામાં આવ્યું.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. રર કરોડના કુલ ખર્ચે નવા નિર્માણ થનારા ૮ ચેરિટી ભવનોના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા હતા.આ નવા ચેરિટી કચેરી ભવનો ગીર સોમનાથના-વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં નિર્માણ થવાના છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ  પટેલે  જણાવ્યું કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં ચેરિટી તંત્રના યોગદાનની તેમણે સરાહના કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણવ્યું કે, રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે. હવે, આ નવી બનનારી ચેરિટી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે. ઉપરાંત, આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે.

કાયદામંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું  કે,રાજયના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો  વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમા ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરીટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ આઠ જીલ્લા ઓમાં ચેરીટી કચેરીઓના નવા ભવનનુ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રી એ ઉમેર્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ચેરીટીતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે.
આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ , કાયદા સચિવ શ્રી , ચેરિટી કમિશનર શ્રી.ડીડીઓ બી. ડી. ડાવેરા, અધિક નિવાસી કલેક્ટર, એન. ડી. પરમાર, મદદનિશ ચેરિટી કમિશ્નર જી. જે. જેબલિયા,  જિલ્લાના ખ્યાતનામ વકીલો, અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતાં.
બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો