દાંતા પો.સ્ટે.ની હદના વસી ગામ માં મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “ નકલી (બોગસ) ર્ડોક્ટર” ઝડપી પાડતી દાંતા પોલીસ

*દાંતા પો.સ્ટે.ની હદના વસી ગામ માં મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “ નકલી (બોગસ) ર્ડોક્ટર” ઝડપી પાડતી દાંતા પોલીસ*
કોટેશ્વર બાદ દાંતના બાહોશ અને જાંબાઝ પીએસઆઇ વસી ગામમાંથી બોગસ ડોકટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી* 
શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી તરૂણકુમાર દુગ્ગલ પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી સુશીલ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર નાઓની સુચના મુજબ બનાસકાંઠા જીલ્લામા સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા *“નકલી (બોગસ) ર્ડોક્ટર”* પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સુચના મુજબ...  💫 આજરોજ પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી દાંતા પો.સ્ટે તથા ગંભીરસિંહ કાનસિંહ એ.એસ.આઇ બ.નં.૧૧૧૧ તથા વાસીમખાન જાફરખાન અ.હે.કો બ.નં.૧૦૨૭ તથા સુરેશભાઇ વીરાભાઇ અ.પો.કો. બ.નં. ૮૦૯ તથા યોગેન્દ્રસિંહ હિંમતસિંહ પો.કોન્સ બ.નં.૧૪૩ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી સા.ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વસી ગામના અંદરના ભાગે ઘરની અંદર એક વગર ડિગ્રીએ એલોપેથી દવાઓથી લોકોની સારવાર કરી ખાનગી ડોક્ટરની પ્રેક્ટીસ નામ વગરની દુકાનમાં કરે છે.જે હકીકત આધારે સદરે જગ્યાએ જતા ઘરની અંદરમાં *કાંન્તીજી સરદારજી ઠાકોર રહે.નેદરડી તા.સતલાસણા જી.મહેસાણા* વાળો પોતે ડોક્ટર નથી તેમ જાણતો હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટીસ કરી ગે.કાની દવાઓ રાખી જાહેરમાં દવાખાનું ખોલી પોતે નિષ્ણાત ન હોવા છતાં લોકોની સારવાર કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી એલોપેથિક દવાઓ તથા સ્ટ્રેસ્થોસ્કોપ મળી *કુલ કિ.રૂ.૧૩૩૦/-* ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોઈ તેના વિરુધ્ધ ઇ.પી.કો કલમ.૪૧૯ તથા ગુજરાત મેડિકલ પ્રેકટીસનર્સ એક્ટ ૧૯૬૩ ની કલમ.૩૦ મુજબનો ગુનો નોધી દાંતા પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ

*પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો