અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ 24 કુલ.મુ. કિ. રૂ.5910/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

*અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ 24 કુલ.મુ. કિ. રૂ.5910/- નો  મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા
 
બનાસકાંઠા એલસીબી અલ્પેશભાઈ તથા ઇસ્વરભાઈ દેસાઈની દાંતા તાલુકામા સરાહનીય કામગીરી ટુંક સમયમાં વધુ કેસ બનાવતા દારૂના બુટલેગરોમા ફફડાટ  

*💫IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ*
શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા *શ્રી આર.જી.દેસાઈ  પો.સબ.  ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*
         *એ.એસ.આઈ અલ્પેશભાઈ ,તથા અ.પો.કો.ઇશ્વરભાઇ નાઓ અંબાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંબાજી ગામે રહેતા જીતુભાઇ ઉદાજી વણઝારા તેમજ વિનોદભાઈ સોમાભાઈ વણઝારા નાઓ જી.એમ.ડી.સી મેદાનમાં ખુલ્લામાં દારૂ વેચાણ કરતા હોવાની બાતમી હકીકત આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ 24 કિ.રૂ.5910/- નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ રાખી હાજર મળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.*


પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*