બનાસકાંઠા.. દાંતા**પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી**ત્રણ ફોરેસ્ટકર્મીને ઉડાવવાનો મામલો, વિરેમવેરીના આરોપી પર 4 કલમ અંબાજી પોલીસે શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું ધામ છે,
*બનાસકાંઠા.. દાંતા*
*પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી*
શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું ધામ છે, અંબાજી મંદિર હાલમા ભકતો માટે બંદ રાખવામાં આવ્યું છે અને કોરોના કહેર સામે સરકાર દ્વારા ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે આવા સમયે પણ કેટલાક માથાભારે તત્વો દ્વારા લોકોને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જયારે આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે પોલીસે આ માથાભારે આરોપી સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 3 વનકર્મી સામે કુંદનસિંહ ભવરલાલ માળી એ અંબાજી પોલીસ મથકે ફરિયાદી બની ફરીયાદ નોંધાવી છે.
20 મે ના રોજ બપોરે 03 - 40 વાગે રાજસ્થાન વનવિભાગના ઘાયલ ખેતસિંહ એ ફોન દ્વારા કુંદનસિંહ અઘિકારી ને માહિતિ આપી હતી કે સફેદ કલરની બોલેરો ગાડી જીજે 24 કે 2687 વાળા એ જાન થી મારી નાખવા માટે પાછળથી ટક્કર મારી હતી, જેથી અમોને 108 દ્વારા અંબાજી કોટેજ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આબુરોડ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યાં હતા.
*કુંદનસિંહ માળી, ક્ષત્રીય વન અધિકારી*
કુંદનસિંહ માળી દ્વારા અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર ને તારીખ 21 મે ના રોજ પત્ર લખી 20 મે ના રોજ બનેલી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ખેતસિંહ વનરક્ષક એ મને ફોન પર માહિતિ આપી હતી કે મને અને સેવારામ (વનરક્ષક),પ્રેમ પ્રકાશ (વનપાલ) કુલ ત્રણ રાજસ્થાન વન વિભાગ ના કર્મચારીઓ જે બાઈક પર હતા તેમને પાછળ થી આવેલી સફેદ કલરની બોલેરો ગાડી દ્વારા જાન થી મારી નાખવા માટે ટક્કર મારવામાં આવી હતી અને જે ગાડી ચાલક મનુભાઈ શકુરાભાઈ ડુંગાઈચા , વિરમવેરી સાથે બીજા લોકો ટક્કર મારી ભાગી ગયા હતા, ત્યારબાદ ત્રણે લોકોને સારવાર માટે પ્રથમ અંબાજી ખાતે અને ત્યારબાદ વધુ ઇજા હોવાના કારણે આબુરોડ ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મીણતળેટી ખાતે વનવિભાગ નું કામ પૂરું કરી પોતાનાં ગામ આબુરોડ તરફ જતા રસ્તામા કોટેશ્વર નજીક બોલેરો ચાલકે પ્રથમ એકલા બાઈક પર જઈ રહેલા પ્રેમપ્રકાશ રૂપારામ જાટ (વનપાલ)ને ટક્કર મારી ત્યાંથી એકાદ કિલોમિટર આગળ રામ મારબલ ભંડાર ની પાસે એક બાઈક પર જઈ રહેલા ખેતસિંહ દુર્જનસિંહ રાજપુત અને સેવારામ મોહનરામ જાટ ને પાછળ થી જોરદાર ટક્કર મારી અંદાજે 50 ફૂટ સુધી ઘસેડીને લઈ ગયા અને ત્યારબાદ આ બોલેરો ચાલાક જીપ લઈ ભાગી ગયો હતો, આ ત્રણે વનકર્મી ને શરીરે હાથ, પગ, ખભે, નાક, માથે આમ અલગ અલગ જગ્યાએ ગંભીર ઈજા પહોંચી હતી અને આ કારણે રાજસ્થાન વન વિભાગ પણ અંબાજી પોલીસ મથકે દોડી આવ્યું હતું.
*કોણ છે આરોપી*
અંબાજી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં મુખ્ય આરોપી મનુભાઈ શકુરાભાઈ ડુંગાઈચા જે વિરમવેરી ખાતે વસવાટ કરે છે અને સિંબલપાણી મહિલા સરપંચ ના પતિ નો ભાઈ હોવાની માહિતિ પ્રાપ્ત થઈ છે, આ આરોપી સાથે અન્ય કોણ હતુ, બોલેરો જીપ મા તેની અંબાજી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આરોપી પર કઈ કલમ લાગી*
અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા જે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે તેમા બોલેરો જીપ ચાલક પર 307,333,34 અને 427 આમ કુલ 4 ગંભીર કલમો લગાવવામાં આવી છે.
તસ્વીર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com