બનાસકાંઠા ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
Prime hindustan NEWS
તા.૦૩/૦૩/૨૦૨૧
ડીસાના રાણપુર ઉગમણા વાસ ખાતેથી ૪૦૭.૧૬ કિલોગ્રામ ગાંજો કિ.રૂ.૪૦,૭૧,૬૦૦/- ના જથ્થા સાથે ત્રણ (૩) ઈસમોને દબોચી લેતી બનાસકાંઠા I GP શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* નાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઐષધો અને મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થોનુ વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અંતર્ગત
પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર* નાઓના માર્ગદર્શન આધારે,
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર.ગઢવી SOG બનાસકાંઠા તથા ટીમના પો.સ.ઇ શ્રી એમ.કે. ઝાલા તથા એ.એસ.આઈ. સાયબાભાઈ, સિકંદરખાન તથા હેડ.કોન્સ. વિનોદભાઈ, વનરાજસિંહ, ગીરીશભારથી, જીતેન્દ્રભાઈ, દિલીપભાઈ, ભરતસિંહ, અરજણભાઇ, હસમુખભાઈ તેમજ પો.કો.દિલીપસિંહ, સંજયસિંહ,દલજીભાઈ તથા સરદારભાઈ વિગેરે નાઓએ ચોક્કસ બાતમી આધારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાણપુર ઉગમણા વાસ ગામની સીમમાં રહેતા (૧) અજયભાઈ ઈશ્વરભાઈ રબારી (૨) મનુભાઈ ઉર્ફે હર્ષદભાઈ ચમનભાઈ મેવાડા(સુથાર) (૩) મેહુલભાઈ સોમાભાઈ મેવાડા ( સુથાર) (૪) દિનેશસીંગ માણેકસીંગ ઠાકોર તથા (૫) લક્ષ્મણજી બાબુજી વાઘેલા તા.ડીસાવાળાઓના ખેતરમાં પંચો સાથે નાર્કોટીકસ લગત રેઇડ કરતા તેઓના ખેતરના શેઢા ઉપર ગેરકાયદેસર રીતે માંદક પદાર્થ ગાંજાના છોડવાનું વાવેતર કરેલ હોય જે માદક પદાર્થ ગાંજાના છોડ નંગ.૬૩૪૪ જેનું વજન.૪૦૭.૧૬ કિલોગ્રામ કિં.રૂ.૪૦,૭૧,૬૦૦/- તથા મોબાઇલ નંગ.૦૨ કિં.રુ.૧૦,૫૦૦/- મળી કુલ મુદામાલ કિં.રુ.૪૦,૮૨,૧૦૦/- નો તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત નં.૧,૪ તથા ૫ વાળા ઇસમો હાજર મળી આવેલ તેમજ નં.૨ તથા ૩ હાજર મળી આવેલ ન હોય ઉપરોક્ત તમામ ઇસમો વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com