પાલનપુર વોર્ડ નં.7માંથી ભારતીબેન ભરતજી ઠાકોર પૂર્વ ચેરમેન, સ્ટ્રીટલાઈટ સમિતિ નગરપાલિકાના સૌ શુભચિંતકોને નમસ્કાર.....🙏🌷

પાલનપુર વોર્ડ નં.7માંથી ભારતીબેન ભરતજી ઠાકોર પૂર્વ ચેરમેન, સ્ટ્રીટલાઈટ સમિતિ નગરપાલિકાના સૌ શુભચિંતકોને નમસ્કાર.....🙏🌷
             "આવો દેશવાસીઓ...આપણે સૌ સાથે મળીને આપણા સૌના આદરણીય અને વિઝનરી લીડર એવા આપણા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ માનનિય શ્રી સી. આર. પાટીલ સાહેબનું વિધાનસભા 2022 વિઝન-182 સિદ્ધ કરીએ....?!!!
          ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એક કરોડ તેર લાખ કાર્યકર્તાઓ પ્રતિ સપ્તાહ રજાના દિવસે એટલે કે દર રવિવારે માત્ર બે કલાક સવારે 10 થી 12 વાગ્યા સુધી પોત પોતાના વિસ્તારમાં સરકારની યોજનાઓ જેવી કે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, માં અમૃતમ યોજના, આયુષ્યમાન ભારત યોજના, કુંવરબાઈનું મામેરું યોજના (લગ્ન સહાય), આત્મનિર્ભર લોન યોજના, અકસ્માતમાં 50 હજાર સહાય યોજના, કૃષિ સહાય યોજનાઓ, પાલક માતાપિતા (અનાથ બાળકો માટે) યોજના, માનવ ગરિમા યોજના, મુદ્રા લોન યોજના જેવી નાગરિકો સાથે સીધો સંપર્ક કરીને ફોર્મ આપી શકાય, ફોર્મ ભરવાની વિધિ સરળતાથી સમજાવી શકાય અને નિઃશુલ્ક ફોર્મ પણ આપી શકાય તેવી યોજનાઓના ફોર્મ લઈને પ્રતિ રવિવાર દરેક કાર્યકર્તા પોત પોતાના વિસ્તારમાં ઓછામાં ઓછા એક પરીવારને એ બધી યોજનાઓમાંથી લાગુ પડતી યોજનાનું ફોર્મ નિઃશુલ્ક આપી તે ભરવામાં પણ સેવા આપી મદદરૂપ થાય...
         આમ હવે 2022ની ચૂંટણી આડે અંદાજિત 800 દિવસ બાકી છે, એટલે કે બે વર્ષ જેટલો સમય, મતલબ આ 104 સપ્તાહમાં પ્રત્યે રવિવાર, માત્ર બે કલાક સમય ફાળવીને પ્રત્યેક કાર્યકર્તા માત્ર એક પરીવારને લાગુ પડતી કોઈપણ એક યોજનાનું ફોર્મ ભરાવી તેનો લાભ અપાવવા કટિબદ્ધ થશે તો પણ પ્રત્યેક કાર્યકર્તા 2022ની ચૂંટણી આડેના આ 104 સપ્તાહમાં પોત પોતાના વિસ્તારના 104 પરિવારોને લાભ અપાવી શકશે....અને હા, આ લાભ તેઓને સાવ મફતમાં તો નથી જ અપાવવાનો... જે પણ વ્યક્તિને આ લાભ અપાવો તેની પાસેથી વચન લેવાનું છે કે તે વ્યક્તિ પણ પોતાના જીવન દરમ્યાન તેની શક્તિ અને નોલેજ મુજબ ઓછામાં ઓછી બીજી એક વ્યક્તિને કોઈપણ રીતે મદદરૂપ થશે અથવા તો આવી જ કોઈ યોજનાનો લાભ અપાવશે...આનો અર્થ એ કે હવે પછીના સમયમાં કોઈપણ વ્યક્તિ તેને લાગુ પડતા કોઈપણ પ્રકારના સરકારી લાભોથી વંચિત તો નહીં જ રહે, ઉપરાંત એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાશે, અને આ રીતે દેશની એકતા વધતા (ગુજરાતના આ મોડેલને દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરતા) અખંડ સ્વદેશ નવનિર્માણ વિઝન-2034 સિદ્ધ થવાની સાથે આપણો દેશ એટલે કે દેશની જનતા એક જ દિશામાં, એક જ વિચારધારા સાથે આગળ વધવાથી આપણા દેશને સુપર પાવર બનતા પણ કોઈ નહિ રોકી શકે....!!!
        દેશ એટલે કોણ ભાઈઓ?... દેશ એટલે દેશના લોકો...,કોઈપણ દેશ તે દેશની જનતાથી મજબૂત બને છે અને જે દેશના લોકોમાં આ રીતે એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાશે તે દેશના લોકોમાં એકતા પણ કેળવાશે અને આ રીતે દેશના લોકો મજબુત બનશે, સુખી સંપન્ન બનશે તો દેશ પણ મજબૂત અને સુખી સંપન્ન આપોઆપ બની જશે...
        અને માટે જ રાષ્ટ્રવાદી વિચારધારાયુક્ત ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ભાઈઓ...આવો આપણે સૌ આજે પ્રણ લઈએ અને અખંડ ભારત રાષ્ટ્ર નિર્માણના આ મહાયજ્ઞમાં દેશના લોકલાડીલા અને વિઝનરી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ કંડારેલી કેડીએ ચાલી પોત પોતાની ફરજરૂપી આહુતિ આપવાની આ આયોજનબદ્ધ દિશામાં પ્રયાણ કરીએ...અને આ બાબતને લગતી મારા લાયક ક્યારેય પણ, કોઈપણ સેવાની જરૂર હોય તો સંપર્ક કરી આભારી કરશો...મારી શક્તિ અને નોલેજ મુજબ હું આપને સેવા આપવા પ્રયત્ન કરીશ...
જય હિન્દ...ભારતમાતા કી જય...વંદે માતરમ..."
ભારતીબેન ભરતજી ઠાકોર
પૂર્વ ચેરમેન, સ્ટ્રીટલાઈટ સમિતિ નગરપાલિકા પાલનપુર 
ભારતીબેન ભરતજી ઠાકોર દ્વારા છેલ્લા આઠ વર્ષના રાજકીય  કાર્યકાળમાં પ્રજા,પાર્ટીના સહકાર અને આશિર્વાદ તથા પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આપેલી લોકસેવાઓ. ઉત્તર ગુજરાતનું જાયન્ટ અને પાલનપુરની આગવી ઓળખ સમાન એવા કોમ્પલેક્ષ સાથેના સૌથી મોટા અને સુવિધાજનક કહી શકાય તેવા ભવ્યાતિભવ્ય બસ સ્ટેશન બનાવવાની રજુઆતની સફળતા ઉપરાંત છેલ્લા આઠ વર્ષોમાં આપેલી અન્ય જનકલ્યાણકારી સેવાઓ...
1. એક લાખથી વધુ માં અમૃતમ યોજનાના ફોર્મનું નિઃશુલ્ક વિતરણ....
3.RSBYના કેમ્પ કરી ગરીબો માટે આરોગ્યલક્ષી કાર્ડની વ્યવસ્થા....
3.આયુષ્યમાન ભારત યોજનાં કેમ્પ કરી અંદાજિત 30 હજાર કાર્ડનું વિતરણ...
4.ગુજરાતની અંદાજિત 3 લાખ વિધવા મહિલાઓને વિધવા પેન્શન યોજનાનો લાભ અપાવવાનું અભિયાન....
5.પાલક માતાપિતા, કુંવરબાઈનું મામેરું, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અન્ય લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ...
6.શાળાઓમાં સ્વચ્છતા.જાગૃતિ અભિયાન માટેના કાર્યક્રમો...
7. વિદ્યાર્થીઓને પોતાના જીવનના લક્ષ પ્રત્યે જાગૃતિ કેળવી આયોજનબદ્ધ આગળ વધવા પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો...
8.ગરીબો તથા ખેત મજૂરોની સગવડતા ખાતર ફિંગરપ્રિન્ટ ડિવાઇસની સાથે આઇપ્રિન્ટ ડિવાઇસની વ્યવસ્થા...
9.વોર્ડ નં.7 વિસ્તારમાં રોડ, રસ્તા, ગટરો, પીવાના પાણીના બોર, સ્ટ્રીટલાઈટ, સફાઈ માટેના કરોડોના કામો પરિપૂર્ણ ...તથા લોકકલ્યાણ અને જન સુખાકારીના અનેક કામો મંજુર કરાવ્યા છે જે ટૂંક જ સમયમાં પરિપૂર્ણ થશે....
10.મચ્છરજન્ય રોગો સામે પ્રજાને સુરક્ષિત કરવા ડોર ટુ ડોર નિરીક્ષણ સાથે સ્વયં જંતુનાશક દવાઓનો છંટકાવ...
11.દવાઓ તથા આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ...
12. સ્ટ્રીટલાઈટની કમ્પ્લેઇન્સના સરળતાથી નિવારણ માટે શહેરીજનો સાથે સીધો સંપર્ક...
13.કોરોનાની મહામારી દરમ્યાન ડોર ટુ ડોર મુલાકાત અને તકેદારીરૂપ પગલાં સાથે સેનિટાઈઝર, ભોજન, હેન્ડ ગ્લોવ્ઝ ઉપરાંત અન્ય જરૂરી વ્યવસ્થાઓ...
14. માં અમૃતમ યોજનાનો લાભ પાલનપુરની હોસ્પિટલમાં મળી રહે તે માટેની માનનિય મુખ્યમંત્રીશ્રીને રજુઆતમાં સફળતા...
15.ગ્લોબલ વોર્મિંગ ઉપર કંટ્રોલ માટે અને પર્યાવરણની જાળવણી માટે 10000 રોપાઓનું નિઃશુલ્ક વિતરણ... 
16. આગલા 12 માસમાં ગુજરાતના 12 લાખ લોકોને PMSBY અને PMJJBY (વીમા) યોજનાનો લાભ અપાવવાનું અભિયાન...
17.  આગલા છ મહિનામાં બનાસકાંઠા જિલ્લાની એક લાખ મહિલાઓને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં જોડવાનો સંકલ્પ...
18.આગલા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના 1200 વિદ્યાર્થીઓને માર્શલ આર્ટ શીખવી શારીરિક, માનસિક રીતે મજબૂત કરી આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ...
19.રાષ્ટ્રહિત માટે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના અઢી લાખ વિદ્યાર્થીઓને શિક્ષણની યોગ્ય દિશા ચીંધી તેમની રુચિ,લાયકાત અને આવડત મુજબના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માર્ગદર્શન માટેનું અભિયાન...
20.વોર્ડ નં.7 વિસ્તારના તમામ પરિવારોને PMSBYના વીમા કવચથી સુરક્ષિત કરવા અને જન ધન યોજના અંતર્ગત બેન્ક ખાતા ખોલાવવા માટે કેમ્પનું આયોજન...

ભારતીબેન ભરતજી  ઠાકોર
પૂર્વ ચેરમેન, સ્ટ્રીટલાઈટ સમિતિ નગરપાલિકા પાલનપુર....

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો