ભાવનગર જિલ્લાનાસિહોર ના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર હરીશ ભાઈ પવાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ને લેખિત રજુઆત કરવા માં આવીસિહોર પોલીસ સ્ટેશન થી નગરપાલિકા વિસ્તારમાં સુધીમાં બમ્પ મુકવા બાબત


ભાવનગર જિલ્લાના
સિહોર ના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર હરીશ ભાઈ પવાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ને લેખિત રજુઆત કરવા માં આવી
સિહોર પોલીસ સ્ટેશન થી નગરપાલિકા વિસ્તારમાં સુધીમાં બમ્પ મુકવા બાબત 

સિહોર શહેર જે ભાવનગર રાજકોટ હાઈવે ધોરી માગઁ છે અને સતત ૨૪ કલાક નાના મોટા વાહનો લોડીગ વાહનો સહિત ની સતત અવર જવર શરૂ હોય છે.

ત્યારે આ સિહોર હાઈવે રોડ અને શહેરના મધ્યમાં આવેલ વડલાચોક પાસે સરકારી,અધઁસરકારી કચેરીઓ  જેમાં સિહોર પોલીસ સ્ટેશન,એલ.ડી.મુની હાઈસ્કુલ,જ્ઞાનભારતી સ્કુલ, નગરપાલિકા,બસ સ્ટેશન સહિત આ હાઈવે રોડ ઉપર જ કચેરીઓ શાળાઓ આવેલ છે.લોડીગ વાહનો તેમજ પેસેન્જર વાહનો બેફામ બેફીકરાઈ થી વાહનો રોડ ઉપર દોડતા હોય છે અનેક વખત અકસ્માતોનાં બનાવો બનતાં હોય છે.

જે અંગે આર.એન્ડ.બી વિભાગ દ્રારા તાત્કાલિક ધોરણૈ સિહોર પોલીસ સ્ટેશન અને નગરપાલિકા ના આસપાસ આર.એમ.બી વિભાગ નાં નિયત નિયત મુજબ આ બમ્પ તાત્કાલિક ધોરણે કરવા માંગ છે અને બમ્પ થી અકસ્માતે સહિતની ધટના નિવારી શકાય.
અને નવાગામ(ચિરોડા) થી વરતેજ  સુધી અનેક હાઈવે ઉપર આર.એન્ડ બી વિભાગ દ્રારા એક સાથે 9 બમ્પો મુક્યા છે .તો તેના નિયમ મુજબ આ બમ્પ  સિહોર પોલીસ મથકે થી નગરપાલિકાના કચેરી સુધી મુકવા માં આવે જે અંગે સિહોર ના વરિષ્ઠ પત્રકાર સામાજિક કાર્યકર હરીશ ભાઇ પવાર દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ને લેખીત રજુઆત કરવામાં આવી છે.
..જો સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન હોય કે હાઇવેરોડ ઉપર બમ્પ હટાવવા તો..સુપ્રીમ કોર્ટ દ્વારા શુ?..નવાગામ ચીરોડા થી રંગોલી પાર્ક.વરતેજ પોલીસ સ્ટેશન .બસસ્ટેન્ડ તેમજ સિદસર રોડ સુધી 9 બમ્પો છે તે ક્યાં આધારે મુકવામાં આવ્યા છે..તે ગાઈડ લાઈન થી આ સિહોર માં પોલીસ સ્ટેશનથી.. નગરપાલિકા કચેરી સુધી બમ્પ મુકવા અંગે તંત્ર તેમજ સરકારશ્રી ને રજુઆત કરવામાં આવી છે
...સિહોર..(ભાવનગર)
રિપોર્ટર.. હરીશ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.