રૂપાણી રાજ મા "નેટવર્ક ન્યુઝ ગુજરાત " ચેનલ બંધ કરાવી, પ્રેસ મીડિયા ને ગુલામ બનાવવા નો થયો પ્રયાસ...*""""'""""""""""""""""""""""""""""""""*ગાંધીનગર કલેકટરે ચેનલ બંધ કરવી,પરંતુ કોર્ટ દ્વારા તે હુકમ સામે મનાઈ હુકમ થયો...પણ અમલ નહિ...*"""""""""""""""""""""""'""""""""""""""*મીડિયા ની સ્વતંત્રતા નું ગળું ઘોટવા ના પ્રયાસ સામે પત્રકાર એકતા સંગઠન લાલ ઘૂમ...*
*રૂપાણી રાજ મા "નેટવર્ક ન્યુઝ ગુજરાત " ચેનલ બંધ કરાવી, પ્રેસ મીડિયા ને ગુલામ બનાવવા નો થયો પ્રયાસ...*
""""'""""""""""""""""""""""""""""""""
*ગાંધીનગર કલેકટરે ચેનલ બંધ કરવી,પરંતુ કોર્ટ દ્વારા તે હુકમ સામે મનાઈ હુકમ થયો...પણ અમલ નહિ...*
"""""""""""""""""""""""'""""""""""""""
*મીડિયા ની સ્વતંત્રતા નું ગળું ઘોટવા ના પ્રયાસ સામે પત્રકાર એકતા સંગઠન લાલ ઘૂમ...*
*ગાંધીનગર માથી એક નેટવર્ક ન્યુઝ ગુજરાત ચેનલ જી.ટી.પી. એલ.દ્વારા સમગ્ર ગુજરાત મા પ્રસારણ નાં અધિકારો મેળવી ગાંધીનગર કલેકટર ની મંજૂરી મેળવી ન્યુઝ ચેનલ ચાલુ કરી હતી...*
ખેડૂતોના પ્રશ્નો તેમજ ગરીબો ના પ્રશ્નો ઉઠાવવાના શરૂ થયા ને સિક્કા વિનાનો કલેકટર નો લેટર વોટસ એપ મા મોકલી જી.ટી.પી. એલ.ને જાણ કરી પ્રસારણ બંધ કરાવી દેવામાં આવ્યું.કોઈ ભૂલ નહીં,કોઈ કારણ નહિ,કોઈ કવેરી નહિ છતાં રાજકીય ઇશારે ચેનલ બંધ..
*રાજ્ય વ્યાપી પ્રસારણ* *વ્યવસ્થા માટે ના માણસો,* *સાધનો, સ્ટુડિયો,ઑફિસો,* *ડિપોઝિટો નું કરોડો નું રોકાણ કર્યા પછી તાળા મારવાનો વારો આવે તો ગુજરાત મા નવા ઉદ્યોગો પણ આવતા પહેલા સો વાર વિચારે..*
માત્ર મે મહિના મા ૧૫ દિવસ ચેનલ ચાલી હશે ત્યાં રૂપાણી સરકાર ને મુશ્કેલી શું પડી..૭ માસ નું બાળક ગણાતો પાપા પગલી કરતો નવો ધંધો એવું તે શું પ્રસારણ કરી નાખ્યું કે બંધ કરાવવા આદેશ રાજકીય દબાણ થી કરવો પાડ્યો..?
*૭ માસ નું બાળક ગણાતી ચેનલ નો એટલો ડર શું લાગ્યો..? શું આ બાળક ગુલામી ની જંજીર મા નહિ બાંધી શકાય તેવો ડર હતો..?*
આખરે ચેનલ માલિકે નામદાર કોર્ટ મા જવાની ફરજ પડી,અને નામદાર કોર્ટ દ્વારા કલેકટર સહિતના પક્ષકારો ને સાંભળી ને કલેકટર ના હુકમ સામે મનાઈ હુકમ આપ્યો...એ પણ નામદાર કોર્ટ નાં હુકમ ને રૂપાણી રાજ મા ગણે કોણ..?
*રાહ જોયા પછી કોઈ* *કાર્યવાહી ન થઈ,જી.ટી.પી. એલ ને મૌખિક સૂચના આપી કે* *રાજકીય સમાધાન થાય તો* *મંજૂરી મળે.. સરકાર ના* *ગુણગાન ગાય તો જ મંજુરી* *મળે ,અરે રે નિર્દય સરકાર કોર્ટ નાં ઓર્ડર મા આવી કોઈ શરત નથી, આખરે નામદાર કોર્ટ નાં હુકમ ની નકલ જોડી અરજી કરી કલેકટર શ્રી,સચિવ શ્રી ને જાણ કરી..પણ કોર્ટ ઓફ કન્ટેપ્ટ ની બીક કલેકટર ને નથી.કલેકટર ને સત્તાનો નશો કોર્ટના હુકમ કરતાં અસરકારક લાગ્યો..*
સરકાર પ્રજાને ક્યારે ગમે...,પ્રજાની જરૂરિયાત હોય, પ્રજાની સમસ્યાઓ હોય,ખેડૂતો ના વીમાનું વળતર હોય,શિક્ષણ કે આરોગ્ય હોય,બધીજ જવાબદારી મા સરકાર ગંભીર હોય તો. આખરે પ્રજા રોષ મીડિયા સામે ઠલવાય છે...કોઈ પણ પત્રકારો મીડિયા વાળા સરકાર ને ન ગમે તેવું કરવા શોખ નથી ધરાવત,પરંતુ સરકાર પ્રજા ને વારે વારે નારાજ કરે,સરકાર પોતાની ફરજ મા નિષ્ફળ નીવડે ત્યારે ન છૂટકે ચેનલ કે અખબારો એ પ્રજાની વાત મીડિયા દ્વારા રજૂ કરવી પડે છે..
*સરકાર સુધરવા માંગતી નથી,સરકાર પ્રજા રોષ ઘટે તેવું કામ કરવા માંગતી નથી,પ્રજા બેકાર કે બેરોજગાર યુવાઓ ને કામ ધંધો કે નોકરી આપવા માંગતી નથી,ખેડૂતો ને ભાવ આપવા કે તેનો માલ ખરીદવા માંગતી નથી,મફત આરોગ્ય સેવા આપવા માંગતી નથી,મફત શિક્ષણ આપવા માંગતી નથી..તો પ્રજા જાય ક્યાં...*
દેશનું મીડિયા "ચોથી જાગીર" દેશની વ્યવસ્થા નો ચોથો સ્થંભ છે.તેની પ્રમાણિક ફરજ અને જવાબદારી છે,પ્રજાની વાત સરકાર સમક્ષ સમાચાર સ્વરૂપે રજૂ કરે...પરંતુ રૂપાણી સરકાર પ્રજાનું સત્ય બચાવવા સક્ષમ નથી.પ્રજાની વાત બહાર આવવા દેવા માંગતી નથી..
*રાજકીય દબાણ તળે* *અધિકારીઓ ગુલામી કરી રહ્યા છે,ત્યારે પ્રજા ની હાલત કેવી હશે..? શું રાજ્ય નું મીડિયા ગુલામ બનાવવા નો પ્રયાસ આવો ખુલ્લેઆમ હોય..? અધિકારીઓ પણ નામદાર કોર્ટ ના હુકમ નો અનાદર માત્ર રાજકીય દબાણ થી કરે છે...જો સરકાર પોતે કોર્ટ ના હુકમો ના અનાદર કરશે તો ન્યાય વ્યવસ્થા ની સ્થિતિ શું થશે...?*
આવુજ કાઇક બોટાદ ના પત્રકારો સામે ખોટી ફરિયાદ નોંધી પુરાવા મેળવવા હવાતિયા મારવા નો વારો પોલીસ ને આવ્યો છે..મીડિયા નો અવાજ દબાવવા ની કોશિશ એટલે સરકાર હોય,નેતા હોય કે અધિકારી હોય પોતાની નિષ્ફળતા નો ખુલ્લો એકરાર....રાજકીય ગુલામી..
*નેટવર્કર ન્યુઝ ચેનલ માટે નામદાર હાઇકોર્ટે ના ઓર્ડર નો ત્વરિત અમલ કરો..મીડિયા નું ગળું ઘોટવા નો પ્રયાસ બંધ કરો.પત્રકાર એકતા સંગઠન નેટવર્ક ન્યુઝ ચેનલ ની સાથે છે..સરકાર લાજવા ને બદલે ગાજવા નું બંધ કરે,* *અન્યથા પત્રકારો,પ્રેસ મીડિયા નો રોષ પગ નીચેથી ધરતી ખેચી લેવાની તાકાત માત્ર કલમ ના ભરોસે ધરાવે છે..*
વિરોધ ન કરવો હોય તો પણ વિરોધી બની જાય તેવું વલણ ખુદ સરકાર નું છે... બાવળ રોપી ને કેરીની અપેક્ષા ન રખાય..સબંધો ની સુવાસ વેર ના બીજ કરતા સાત વખત સારી છે..સત્તા કોઈનો કાયમ ઈજારો નથી..
*ગાંધીનગર કલેકટર ને આદેશ કરી ત્વરિત ચેનલ ચાલુ થાય તે માટે સરકાર ચિંતા કરે...કારણ કોર્ટ નો ઓર્ડર આજે નહિ તો કાલે માનવો પડશે..*
- *લાભુભાઈ પી કાત્રોડીયા.*
પ્રમુખ
. *પત્રકાર એકતા સંગઠન*
ગુજરાત
*મો..૯૪૨૬૫૩૪૮૭૪.*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com